અમારા ગામ વિશે
Discover the story of our village, its development, and the values that unite us.

History of the Village (ગામનો ઈતિહાસ)
આપણી જન્મભૂમિ એટલે જામ-દુધઇ ગામ. આપણું ગામ જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં, જામનગર-કંડલા હાઈવે ઉપર આવેલું છે. આ વિસ્તારને આમરણ ચોવીસી વિસ્તાર તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલ ગામની વસ્તી આશરે ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલી છે.ગામની મુખ્ય વસ્તીમાં કડવા પાટીદાર તથા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના લોકોનો નોંધપાત્ર વસવાટ છે. ઉપરાંત હરીજન, આહિર, બ્રાહ્મણ, બાવાજી વગેરે સમાજના લોકો પણ અહીં વસે છે.
Development (વિકાસ)
ગામમાં મકાનો, વિશાળ રસ્તાઓ,સ્કૂલ, સ્વચ્છ પાણી,વીજળી તથા સ્ટ્રીટ લાઈટો વગેરે જેવી સુવિધાઓ થી સજ્જ છે. જાહેર સ્થળો સાથે ગામ આધુનિક અને સુખમય બની ગયું છે. તેમજ બહારથી આવતા જતા લોકો માટે પાણી ના પરબ ની સુવિધા પણ છે.
Religious Places (ધાર્મિક સ્થળો)
• શ્રી રામ મંદિર: દૂધઈ ગામનું મોટું મંદિર, જ્યાં ગામના લગભગ બધા તહેવારો ઉજવવામાં આવે છે. આ મંદિર ૯/૧૨/૨૦૦૨ ના રોજ બનેલું હતું.
• હનુમાનદાદાની ડેરી: ગામની શરૂઆતમાં આવેલું એક નાનું મંદિર જ્યાં હનુમાન દાદાની મૂર્તિ છે. આ મંદિર સવંત ૨૦૫૮ એટલે કે ૧૫/૨/૨૦૦૨ ના રોજ બનેલું હતું.
Cow Shelter (ગૌશાળા)

શ્રી જામદુધઈ ગૌશાળા ગામમાં ગાયોની સંભાળ અને સેવા માટે છે. ગૌશાળામાં ગાયોની આરોગ્યસેવા, ખોરાક અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે છે. આ ગૌશાળા ગામ માટે ગૌમાતા અને પરંપરાગત ભારતીય સંસ્કૃતિ જાળવવાનો કેન્દ્ર છે.જો તમે પણ ગૌશાળા માં દાન કરવા માંગતા હોય તો અત્યારેજ કોન્ટેક્ટ કરો.
Contact for donation: +૯૧ ૮૪૬૯૧ ૫૦૨૬૮